GPSC Ojas Bharti 2025 : મેડિકલ ઓફિસર માટે મોટી ભરતી, જાણો તમામ માહિતી એક જ જગ્યાએ

વોટ્સએપ ગ્રુપમાં જોડાવો
ટેલિગ્રામ ચેનલ જોડાવો

GPSC દ્વારા બહાર પડેલી નવી GPSC Ojas Bharti 2025 હેઠળ Medical Officer માટે 100 જગ્યાઓ ખાલી છે. અહીં મેળવો લાયકાત, પગાર, ઉંમર મર્યાદા અને અરજી પ્રક્રિયા વિશેની સંપૂર્ણ માહિતી.

દોસ્તો, ચાલો વાત કરીએ ગુજરાતની તાજી ભરતી વિશે. જો તમે પણ સરકારી નોકરીની શોધમાં છો અને આરોગ્ય વિભાગમાં તક જોઈ રહ્યાં છો તો તમારા માટે આવી છે મોટી ખુશખબર. GPSC Ojas Bharti 2025 હેઠળ Medical Officer માટે 100 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પડ્યું છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયુર્વેદ વિભાગ હેઠળ આ ભરતી બહાર પાડી છે, જેના માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.

ચાલો, હવે જોઈએ કેટલી જગ્યાઓ છે, લાયકાત શું જોઈએ અને કેવી રીતે અરજી કરવી તે તમામ બાબતો.

GPSC ઓજસ ભરતી 2025 ની મૈન હાઈલાઈટ

મુદ્દોવિગતો
સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
વિભાગઆરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
પોસ્ટMedical Officer (Resident MO, Class-2)
કુલ જગ્યાઓ100
વય મર્યાદા35 વર્ષથી ઓછી હોવી જોઈએ
અરજી રીતઓનલાઇન (OJAS Portal)
છેલ્લી તારીખ31 જુલાઈ 2025
એપ્લાય કરવા માટે લિંકgpsc-ojas.gujarat.gov.in

કેટેગરી મુજબ જગ્યા વિતરણ

કેટેગરીજગ્યા
સામાન્ય12
EWS10
OBC51
SC12
ST15
કુલ100

લાયકાત વિશે માહિતી

દોસ્તો, હવે જોઈએ કે Medical Officer પદ માટે શી લાયકાત જરૂરી છે:

  • માન્ય યુનિવર્સિટીમાંથી B.A.M.S. ડિગ્રી હોવી આવશ્યક છે.
  • S.S.C. અથવા H.S.C. પરીક્ષા સંસ્કૃત વિષય સાથે પાસ કરેલી હોવી જોઈએ.
  • પાયાનું Computer Knowledge હોવું જરૂરી છે.
  • ગુજરાત અને હિન્દી ભાષાનો પૂરતો જ્ઞાન હોવો જોઈએ.

ઉંમર મર્યાદા

અરજી કરતી વખતે ઉમેદવારની ઉંમર મહત્તમ 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સરકારના નિયમ મુજબ આરક્ષિત વર્ગને વયમાં છૂટછાટ મળી શકે છે.

પગાર ધોરણ

દોસ્તો, જો તમે પસંદ થાઓ તો તમને સાતમા પગાર પંચના Level-9 પ્રમાણે પગાર મળશે, એટલે કે ₹53,100 થી ₹1,67,800 જેટલો આકર્ષક પગાર મળશે.

GPSC Ojas Bharti 2025 અરજી કેવી રીતે કરવી?

ચાલો હવે જોઈએ કે કેવી રીતે કરો GPSC Ojas Bharti 2025 માટે ઓનલાઈન અરજી:

  1. સૌથી પહેલા visit કરો 👉 gpsc-ojas.gujarat.gov.in
  2. “Latest Updates” વિભાગમાં જઈને ભરતીનું નોટિફિકેશન વાંચો
  3. “New Registration” વિકલ્પ પસંદ કરો
  4. તમારી ફોટો અને સહી સાથેની વિગતો ભરો
  5. અરજી ફી (જોઈતું હોય તો) ચૂકવો
  6. ફોર્મ સબમિટ કરો અને તેનો પ્રિન્ટઆઉટ ભવિષ્ય માટે રાખો

GPSC Ojas Bharti 2025 Main Links

Official PDFRead Now
Apply Online Click Here
More Jobs Click Here

નિષ્કર્ષ 

દોસ્તો, જો તમારી પાસે જરૂરી લાયકાત છે અને તમે સરકારી નોકરી શોધી રહ્યા છો તો આ GPSC Ojas Bharti 2025 તમારું સપનું સાકાર કરી શકે છે. ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે આ એક ઉત્તમ તક છે. સમય પર અરજી કરો અને તમારી તક ગુમાવશો નહીં.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવો
ટેલિગ્રામ ચેનલ જોડાવો